નસવાડી: આદિવાસી વિસ્તારોના નેતા સ્થાનિક સમસ્યાઓ પ્રશ્નોને દુર કરવાના વાયદાઓ કરી લોકો દ્વારા ચૂંટાઈને  રાજકીય નેતાઓ ગાંધીનગર પોહચી ગયા પણ અન્ય સમસ્યા તો દુર રહી પણ આદિવાસી સમાજની આવનારી પેઢી એટલે બાળકોના શિક્ષણને લગતી સમસ્યા દુર કરી શકયા નથી તેનું ઉદાહરણ નસવાડી તાલુકામાં જર્જરિત મકાનમાં ભણતાં બાળકોના દ્રશ્યોએ પૂરું પાડયું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ છોટાઉદેપુરના આદિવાસી વિસ્તાર ધરાવતા નસવાડી તાલુકાની મોટાભાગની પ્રાથમીક શાળામાં ઓરડા મંજૂર થયા બાદ પણ ઓરડા નવા અને વહેલા બને માટે જીલ્લાનું કે રાજ્યનું શિક્ષણ તંત્ર કોઈ વિશેષ ધ્યાન ધ્યાન આપતું નથી અને આદિવાસી બાળકોના શિક્ષણના ભવિષ્યને લઈને કાયમ ચેંડા થતા આવ્યાના ઘણાં કિસ્સા બહાર આવ્યા છે તેમાં ઉમેરો થતો હોય તેમ નસવાડી નજીક આવેલ આમરોલી ગામે 1925ની સાલમાં શરુ થયેલી ધોરણ 1થી 8ની શાળા છેલ્લા 95 વર્ષ જૂની પતરાવાળી શાળા છે. હાલમાં તે જર્જરિત હાલતમાં છે તેમ છતાં શિક્ષકો આદિવાસી બાળકોને આ જ શાળામાં અભ્યાસ કરાવતા જોવા મળે છે.

શિક્ષકોનું કહેવું છે કે ઘણી કોશિશો કરી કે શાળાના ઓરડા જલ્દી નવા બની જાય પણ જિલ્લાના અધિકારીઓ સ્થાનિક નેતાઓ ધ્યાન આપતા નથી. અત્યારે આ શાળામાં જીવના જોખમે 1થી 8 ધોરણમાં 297 બાળકો અભ્યાસ કરી રહ્યા છે આપણા રાજ્યનું સૌથી મોટું બજેટ શિક્ષણ વિભાગમાં ફાળવાયું હોવા છતાં સરકારના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આદિવાસી બાળકોના શિક્ષણ લગતી મસમોટી જાહેરાત વિસ્તાર માટે મજાક બનાવી દેવામાં આવી છે. ગરીબોની હમદર્દ ગણાવતી આ સરકાર શું આ બાબતે ક્યારેય ધ્યાન નહિ આપે ? શું આદિવાસી બાળકોના શિક્ષણના ભવિષ્ય સાથે ખિલવાડ કરતાં આ અધિકારોઓ સામે પગલાં લેવાશે ખરા ?