દક્ષિણ ગુજરાત: છેલ્લા અનેક મહિનાથી કોંગ્રેસ પાર્ટી અસમંજસ સ્થિતિમાં હતી કે કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષ નેતા કોણ બનશે તેની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના નવા સુકાની એટલે પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી સમાજના આગેવાન અને પૂર્વ સાસંદ જગદીશ ઠાકોરની પંસદગી કરાઇ છે. આ સાથે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પાવી જેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની પસંદગી કરાઇ છે.
ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે. દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. જ્યારે નેતા વિપક્ષ તરીકે પાવી જેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવા પંસદગી કરાઇ છે. અત્યાર સુધી કુલ 8 વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે. જેમાં 5 વખત વિજેતા બન્યા છે. 7 વખત છોટાઉદેપુર બેઠક ઉપર લડ્યા જયારે વર્ષ 2012 અને 2017માં પાવીજેતપુર બેઠક ઉપર થી ચૂંટણી લડયા હતા.
આખરે અનેક અટકળો પછી કોંગ્રેસને નવા સુકાની મળ્યા છે. ત્યારે ગુજરાતમાં પ્રજાના હિતમાં કામ કરી શકે એવી લડાયક નેતાગીરી ઊભી કરવાની જરૂર છે.

