કપરાડા: આજરોજ ભારતીય જનતા પાર્ટી કપરાડા કાર્યાલય ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષી ઉમેદવારોનાં ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સરળતા રહે તે હેતુથી સ્થળ પર હાજરી આપી હતી આ ઉત્કૃષ્ટ કામગીરીને સ્થાનિક જનતા દ્વારા બિરદાવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટી કપરાડા કાર્યાલય ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષી ઉમેદવારોનાં ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સરળતા રહે તે હેતુથી સ્થળ પર હાજરી આપી હતી અને ઉમેદવારોના ફોર્મ ભરતા અધિકારીઓ સાથે મળીને ફોર્મ ભરનારા ઉમેદવારોને અને અધિકારીઓને કોઈ દુવિધા ઉભી ન થાય એનું ખાસ ધ્યાન રાખ્યું હતું
રાજ્યના મંત્રીશ્રી જીતુભાઈની લોકોને મદદરૂપ થવાની આ ભાવનાને સ્થાનિક ઉમેદવારો અને લોકો ખુબ વખાણી હતી પ્રસંગે ઉપસ્થિત લોકોનું માનવું છે અમારા આદિવાસી લોકોના નેતા જીતુભાઈ સહકાર અને સહયોગ સાથે જમીની સ્તરે જોડાયેલા છે અમારા નેતા હનેશા અમારા સાથે ઉભા રહે છે.

