ગુજરાત: વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કરનારા અને આદર્શ પાઠ ભણાવતાં શિક્ષકોના પડતર પ્રશ્ને ગુજરાત સરકાર ઉપેક્ષા સેવી રહેતાનો આરોપ લાગવી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાતે મુખ્ય્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકાર અને શિક્ષણમંત્રી જિતુવાઘાણી સમક્ષ શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવા રજૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલાં અનેક શિક્ષકોની ખાલી થયેલી જગ્યા પર આજ સુધી ભરતી કરવામાં આવી નથી. શિક્ષકોની ખાલી જગ્યાની વિદ્યાર્થોઓના શિક્ષણ પર કોઇ અસર પડે નહીં તે હેતુ પ્રવાસી શિક્ષકની ભરતી પ્રથા સરકારે અમલમાં મૂકી છે. સરકારનો નિર્ણય પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા અમલ નહીં થતાં શિક્ષકોની ખાલી જગ્યાની સીધી અસર વિદ્યાર્થઓના શિક્ષણ પર જોવા મળવાની વાતો રજુ કરી હતી આ ઉપરાંત શિક્ષકોના અન્યો પ્રશ્નોને હાલમાં પ્રજાલક્ષી અભિગમ ધરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના શિક્ષણ મંત્રી આગળ ઉકેલ માટે મુક્યા છે.

ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી સમક્ષ રજૂ થયેલાં આ પ્રશ્નો ઝડપથી ઉકેલવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે માંગનો સરકારે હકારાત્મક પ્રતિભાવ તો આપ્યો છે પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓના હિતમાં પડતર પ્રશ્નો ક્યારે ઉકેલાશે આ પ્રશ્ને શિક્ષકો હજી અસમંજસ સ્થિતિમાં છે.