પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વાપી: વર્તમાન સમયમાં યોજાયેલી વાપી પાલિકાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપની જીત થઈ ગઈ છે. 40 બેઠકોની ગણતરીમાં તમામ બેઠકો પર ભાજપે ભગવો લહેરાયો છે. વાપી નગરપાલિકામાં ભાજપે એક તરફી જીત મેળવતા 44માંથી 37 બેઠકો પર કબજો મેળવી લીધો છે જ્યારે સાત બેઠકો કોંગ્રેસના ફાળે આવી છે.

Decision Newsને મળેલી વિગતો મુજબ વાપી પાલિકાની કુલ 44માંથી 1 બેઠક (સુલપડ) અગાઉ બિનહરીફ થઇ ચૂકી છે આજે સવારે મત ગણતરીનો પ્રારંભ થતા જ શરૂઆતથી જ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. વાપી પાલિકાની ચૂંટણીમાં સીઆર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની જોડીને વાપીની જનતાએ સ્વીકારી લીધી છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો.

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નં-1, 2, 7 અને 8માં ભાજપની પેનલ વિજેતા વૉર્ડ નં-1: સેજલબેન પટેલ, જ્યોતિબેન પાટીલ વિજેતા વૉર્ડ નં-1: જીતુ કાલાવડિયા, જયેશ કંસારા વિજેતા વૉર્ડ નં-2: જશોદાબેન પટેલ, તસલીમ બાબુલ વિજેતા વૉર્ડ નં-2: મનોજ નંદાણિયા, ધર્મેશકુમાર પટેલ વિજેતા વૉર્ડ નં-3: અર્ચનાબેન દેસાઈ, દેવલબેન દેસાઈ વિજેતા વૉર્ડ નં-3: સુરેશ પટેલ અને પરીક્ષિત પટેલ વિજેતા વૉર્ડ નં-7: મનીષાબેન મહેતા, મુકુંદાબેન પટેલ વિજેતા વૉર્ડ નં-7: સતીષ પટેલ અને દિલીપ યાદવ વિજેતા વૉર્ડ નં-8: અપેક્ષાબેન શાહ, નેહલબેન નાયક વિજેતા વૉર્ડ નં-8: નિલેશ નાયકા, અભયકુમાર શાહ વિજેતા વૉર્ડ નં-9: ટીનાબેન હળપતિ, કાશ્મીરાબેન શાહ વિજેતા વૉર્ડ નં-9: મિતેશ દેસાઈ અને કુંજલ શાહનો વિજયી બનેલી ભાજપની નવી યુવા અને શિક્ષિત ટીમ વાપી નગરપાલિકા વિસ્તારનો નવા ઉત્સાહથી વિકાસ કરશે તેઓ રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ આશાવાદ વ્યક્ત કર્યો