પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

છોટાઉદેપુર: રાજ્યના બહુલક આદિવાસી લોકનો વિસ્તાર ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી લોકો કે તેમના બાળકો સાથે વખતો વખત એમને મળતાં લાભોથી એમને વંચિત રાખી અન્યાય કરાયાના ઘણાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ગતરોજ એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ભૂતપૂર્વ ડીડીઓ મિહિર પટેલે દ્વારા છોટાઉદેપુર જિલ્લામાંથી જે આદિવાસીઓ મજુરીના કામ અર્થે બહાર જય તેમના બાળકોને શિક્ષણની અને રહેવા જમવાની પુરતી સુવિધા મળી રહે તે માટે ધો. 1થી 8ની શાળાના બાળક માટે સિઝનલ હોસ્ટેલની સુવિધાનું આયોજન કર્યું હતું. જેને લઈ જિલ્લાના 6 તાલુકામા 12 શાળામા માટે દરખાસ્ત મંગાવાઈ હતી ત્યારબાદ જિલ્લાની 12 શાળામા ગાદલા, ડોલ, સાબુ, બ્રશ, વોટર હિટર તેમજ અન્ય બાળકોને શિક્ષણ અને અન્ય જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ મોકલાવવામાં આવી હતી.

જ્યારે નસવાડી કુમાર શાળા અને ઘટામલી શાળા આમ બે શાળામાં 100થી વધુ બાળકો રહે માટેની સુવિધાઓ કરવાની હતી. જેમાં ફક્ત ટોયલેટ બાથરૂમ બનાવ્યા છે. હોસ્ટેલને લગતી સુવિધાઓ માટે જિલ્લા શિક્ષણ વિભાગે કોઈ કાર્યવાહી કરી નથી. જેને લઈ નસવાડી કુમાર શાળામાં આવેલ આદિવાસી બાળકો માટેની સુવિધાનો સમાન ધૂળ ખાઈ રહ્યો છે. આટલો મોટો ખર્ચ જિલ્લાના શિક્ષણ વિભાગ આદિવાસી બાળકોની સુવિધાઓ માટે પાડયો છે. કે પછી કોઈ એજન્સીને ફાયદો કરાવવા પાડયો છેની ચર્ચાનો માહોલ ગરમ થયો છે અડધું વર્ષ વીતી ગયું છતાં આ પરીસ્થિતિ જેમની તેમ છે. તો સવાલ એ થાય કે આદિવાસીઓના બાળકો મળતાં સરકારી લાભોની ગ્રાન્ટો અધિકારીઓના ખિસ્સા કે એજન્સીના ખાતાના વિકાસ માટે ?