ડાંગ: સાપુતારા-વધઈ માર્ગ પર બે બાઈક વચ્ચે થયેલા જોરદાર અકસ્માતમાં એક યુવક બાઈક સાથે 20 ફૂટ સુધી ઢસડાયો હોવા છતાં સદનસીબે જાનહાનિ થતાં ટળવાની ઘટના ઘટિત થઇ હતી જેના દ્રશ્યો CCTVમાં કેદ થતા દ્રશ્યો સામે આવ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગ જિલ્લાના સાપુતારા-વઘઈ માર્ગ પર સામગહન ગામ પાસે એક બાઈકસવાર જ્યારે ડિવાઈડર પાસેથી ટર્ન લઈ રહ્યો હતો ત્યારે જ પાછળથી આવેલા અન્ય બાઈકચાલકે એને જોરદાર ટક્કર મારી હતી. જેથી બાઈક પર સવાર બંને યુવકો ઘટનાસ્થળે પડી ગયા હતા. જે બાઈકચાલકે ટક્કર મારી હતી તેની પાછલ બેસેલો એક યુવક નીચે પટકાયો હતો અને બાઈકની સાથે 20 ફૂટ સુધી ઢસડાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી અને અકસ્માતનમાં કોઈ મોટું નુકશાન પણ થવા પામ્યું ન હતું. બંને બાઈકસવારોએ પોલીસ ફરિયાદ પણ નોંધાવવાનું પણ ટાળ્યું હોવાની જાણકારી મળી છે.