નર્મદા: બેરોજગારીએ તો હદ વટાવી દીધી છે તેનું ઉદાહરણ ગતરોજ નર્મદા જિલ્લામાં રવિવારે હોમગાર્ડની ભરતી માટે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવ્યો જેમાં ભરતી થવા માટે મોટી સંખ્યામાં નર્મદા વિસ્તારના આસપાસના બેરોજગાર યુવાનો, યુવતીઓ ઉમટી પડયાના જે દ્રશ્યો સર્જાયા તેના પરથી લગાવી શકાય એમ છે.
Decision Newsને મળેલી વિગતો પ્રમાણે કેવડિયા ખાતે યોજાયેલા આ પસંગી મેળામાં લાંબી લાઈનમાં યુવાનો પોતાના નંબરની રાહ જોતા જોવા મળ્યા. ઉમેદવારોને બે થી ત્રણ કલાકે નંબર લાગતો હતો પણ શાંતિ પૂર્ણ માહોલમા ફિઝિકલ ટેસ્ટ લેવાયો અને નર્મદા પોલીસ અને નર્મદા હોમગાર્ડ યુનિટ દ્વારા ખડે પગે ઉભા રહીને પારદર્શક કામગીરી કરાઈ હતી.
વર્તમાન સમયમાં બેરોજગારી કેટલી બધી વધી ગઈ છે તેનો અંદાજો એના પરથી લગાવી શકાય છે કે હોમગાર્ડની નોકરી એવી હોય છે કે જેમાં કાયમી પગાર નથી હોતો માનદવેતન હોય છે છતાં પણ તે ની ભરતીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હોય.