કપરાડા: વર્તમાન સમયમાં ગ્રામ પંચાયતની ચુંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ફળી ગામે નાઈટ ઓપન ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના વિવિધ ગામોની 40 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો.

Decision Newsને મળેલી જાણકારી મુજબ કપરાડા તાલુકાના ફળી ગામે નાઈટ ઓપન ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના વિવિધ ગામોની 40 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. સેમી ફાઈનલમાં 4 ટીમ પહોંચી હતી તેમાં ઈન્ડિયન બોઈસ, ફેરન્ડ વોરીયસ, 7 star બારપુડા, પીપલસેત જેવી ટીમો પોહચી હતી જેમાંથી ફાઈનલ મુકાબલો પીપલસેત vs 7 સ્ટાર બારપુડા વચ્ચે થયો હતો જેમાં ફાઈનલ મેચમાં 7 સ્ટાર બારપુડા ટીમ વિજેતા અને ચેમ્પિયન્સ બની હતી.

આમ એકતા અને સમભાવની ભાવનાના ઉદ્દેશ સાથે યોજાયેલ ફળી ગામની નાઈટ ઓપન ક્રિકેટ ટુનામેન્ટ શાંતિપૂર્ણ માહોલમાં ખતમ થઇ હતી આ મેચોને નિહાળવા માટે ગામના યુવાનો બાળકો અને વૃધ્ધો પણ મેદાનમાં ઉપસ્થિત રહ્યા હોઅવાનું જાણવા મળે છે.