વાંસદા: હાલમાં વાંસદા તાલુકાના યુવાનો પણ પોલીસના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાની તાડામાર તૈયારી કરી રહ્યા છે ત્યારે પી.આઈ કિરણ પાડવી દ્વારા નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના સરા ગામે આજરોજ પોલીસ ભરતીની ટ્રેનિંગ લઈ રહેલા ઉમેદવારોની મુલાકાત લીધી હતી અને એમને માર્ગદર્શન આપ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ કિરણ પાડવીએ પોલીસની લેખિત અને શારીરિક પરીક્ષા બાબતે કંઈ રીતે તૈયારીઓ કરવી એ બાબતે પોતાનાં અનુભવો જણાવ્યા હતાં. એમણે યુવાઓના જોશ, જુસ્સો અને ઉત્સાહને વધારી સૌને માર્ગદર્શિત કર્યાં.
પી.આઈ કિરણ પાડવીએ Decision News સાથે વાતચીત કરતા જણાવ્યું કે આ યુવાઓનો પોલીસ બનવા માટે દૃઢ઼ સંકલ્પ, અનેરો ઉત્સાહ અને આત્મવિશ્વાસ એ ભવિષ્યમાં આપણા ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષાને વધુ સુદ્રઢ કરશે. આ પ્રસંગે વાંસદા પો. સ્ટેનાં અ. હે. કો. નીતીનભાઈ ગામીત પો.કો.કાનાભાઈ ,જીગ્નેશભાઈ તથા ૫૦ થી ૬૦ ની સંખ્યામાં તૈયારી કરી રહેલાં યુવક યુવતીઓ પણ હાજર રહ્યાં હતાં.