ભારત: વર્તમાન સમયમાં દર નવા માસમાં કેટલાક નવા નિયમો પણ લાગુ પડે છે. ચાલો જાણીએ કે આ વખતે લોકોના ખિસ્સા પર શું અસર થવાની છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તેના યુઝર્સને આંચકો આપવા જઈ રહી છે સંભાળીને ચોકી જશો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા લોકો માટે આ મહિનો ખર્ચમાં વધારો કરનારો સાબિત થશે 1 ડિસેમ્બરથી, SBIના ક્રેડિટ કાર્ડથી EMI પર ખરીદી મોંઘી થવા જઈ રહી છે. હાલમાં, SBI કાર્ડ પર માત્ર વ્યાજ લેવામાં આવે છે. પરંતુ હવેથી પ્રોસેસિંગ ફી પણ લેવામાં આવશે.

આ સાથે SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સે વધુ ચાર્જ ચૂકવવો પડશે. નવા નિયમ હેઠળ, ક્રેડિટ કાર્ડથી ખરીદી કર્યા પછી, તમારે EMI વિકલ્પ હેઠળ ચુકવણી કરવા માટે દરેક ખરીદનાર પર અલગથી 99 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ એક પ્રોસેસિંગ ચાર્જ વસુલવામાં આવશે.