નસવાડી: આજરોજ છોટાઉદેપુરના નસવાડી રાયણઘોડા પ્રાથમિક શાળાના ત્રણ શિક્ષકોની અનિયમિતતા બાબતની જાણ જિલ્લા શિક્ષણાધિકારીને મળતા રાયનઘોડા શાળાના દોશી શિક્ષકો સામે પગલાં લેવા આદેશ કર્યાનો કિસ્સો સામે આવ્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ નસવાડી કુમાર શાળાના ગ્રુપ આચાર્યને રજા બાબતે રાયનઘોડા પ્રા શાળાના મુખ્ય શિક્ષકની લેખિય વિગત ન મળી હતી તે બાબતે હિતેન્દ્ર સિંહ ઝાલા એ જાણ કરતા આખરે રાયનઘોડા પ્રા શાળાના મુખ્ય શિક્ષિકા કામિની બેન દિનેશ ભાઈ સોની ઉ.સી મધુબેન બારીયા અને ભીલ દિલીપ ભાઈ આમ ત્રણે શિક્ષકોને તાલુકા શિક્ષણાધિકારીએ નોટિસ આપી નોટિસમાં વિગત શાળાના મુખ્ય શિક્ષકની ગંભીર બેદરકારી અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનો અભાવ જણાય છે.
વધુમાં બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના અધિકાર કાયદા અમલ અંગે આપનું તદ્દન બેદરકારી ભર્યું વલણ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવામાં બાધારૂપ બની રહેલ છે જેથી આપના આવા મનસ્વી વર્તન સબંધ શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી. તેનો લેખિતમાં ખુલાસો નોટિસ મળ્યેથી દિન 3માં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ખુલાસો આપવાનો રહે છે. જો ખુલાસો નહિ કરવામાં આવે અથવા ચૂક થશે તો ત્રણે શિક્ષકો સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે મોટી મોટી ઓળખાણ અને રાજકીય વગ રાખનાર અમારું કઈ ના થાય તેવા કહેનાર શિક્ષકોને આખરે નોટિસ પડતા શિક્ષણ આલમમાં ફફડાટ ફેલાયો છે.