સુબીર: વર્તમાન સમયમાં ગ્રામ પંચાયતની ચુંટણી આવી રહી છે ત્યારે ડાંગના જિલ્લામાં સુબીર તાલુકા કોંગ્રેસ સમિતિ યુવા કાર્યકર્તાઓ દ્વારા સુબીર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન ચલાવવા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ડાંગના જિલ્લામાં સુબીર તાલુકા કોંગ્રેસ સમિતિ યુવા કાર્યકર્તાઓ દ્વારા સુબીર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન ચલાવવા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પદયાત્રા સુબીર ચાર રસ્તા થી લઈને દૂધ ડેરી સુધી રેલીના સ્વરૂપે કરી હતી જેમાં મોટા પ્રમાણમાં યુવાઓ જોડાયા હતા.
ડાંગના યુવાઓ પણ હવે ધીમે ધીમે રાજકારણમાં સક્રિય બની રહ્યા છે અને તેમાં પણ વર્તમાન સરકારના વિપક્ષમાં ઉભા થઇ રહ્યા છે યુવાઓ મોટા પ્રમાણમાં કોંગ્રેસ જોડાઈ રહ્યા છે આવનારા સમયમાં ફરીથી ડાંગમાં કોંગ્રેસનું પ્રભુત્વ સ્થપાય એવા સમીકરણો દેખાય રહ્યા છે.