ડાંગ: ગતરોજ ડાંગના આહવા તાલુકાના સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં માલ-સામાનનો જથ્થો ભરેલ ટ્રક બેકાબુ થતા યુટર્નના વળાંકમાં સંરક્ષણ દીવાલ પર ચડી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનાં રાજનગાવથી કંપનીનો માલસામાનનો જથ્થો ભરી વડોદરા તરફ જઈ રહેલ ટ્રક નંબર G-J-12 BV-499 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં વળાંકમાં બેકાબુ બની માર્ગની સાઈડમાં સંરક્ષણ દીવાલ પર ચડી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવ માલસામાનનો જથ્થો ભરેલ ટ્રક સંરક્ષણ દીવાલ પર ચડી અટકી જઈ ખાડામાં ખાબકતા બચી જતા ઘટના સ્થળે મોટી દુર્ઘટના ટળી હતી.

આ અકસ્માતનાં બનાવમાં ટ્રક ચાલક સહિત ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો જાણવા મળી છે લોકોએ જેના કારણે રાહત શ્વાસ લીધો હતો.