કામરેજ: પ્રેમમાં અંધ અને વિચાર વિહીન બની આપઘાતના પગલાં ભરતા યુવાનોની રોજે રોજ બનાવો બન્યાનું આપણે સંભાળીએ છીએ ત્યારે ગતરોજ એક વધુ કામરેજના નવાગામના ઉદ્યોગ નગરમાં કામ કરતા યુવકને પ્રમિકા છોડીને જતી રહેતા ફાંસો ખાઇ લીધાની ઘટના સામે આવી છે
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે નવાગામ ઉધોગનગરમાં કબાટ બનાવતી અંબિકા સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા મહારાષ્ટ્રના 21 વર્ષીય ઉર્ફે રાકેશ સાંતારામ પાટીલ નામના યુવકે પાયલ નામની છોકરી 10 દિવસ સાથે રહ્યા બાદ અચાનક પાયલ છોડીને જતા પોતાના રુમમાં જ પંખાના હુક સાથેે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
આ સમગ્ર ઘટનાની જાણ કારખાનાનાં માલિકે કામરેજ પોલીસને કરી હતી. પોલીસને હાલમાં તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ પણ મળ્યાનું જાણવા મળ્યું છે. પોલીસ આ મામલે આગળ તપાસ કરી રહી છે.

