ધરમપુર: મોટીઢોલ ડુંગરી ગામે 20-નાની ઢોલડુંગરી તાલુકા પંચાયત એકતા કપ(મોટીઢોલ ડુંગરી,રાજપુરી તલાટ, વિરવલ, મરઘમાળ, નાની ઢોલડુંગરી ગામોની 16 ટીમો)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પટેલ અને ધરમપુર PSI પરમાર સાહેબે મેચ ની શરૂઆત કરાવી હતી.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ફાઇનલ મેચ વિરવલ ભુરૂલ ફળિયા 11 અને મોટીઢોલ ડુંગરી SM 11 સાથે રમાઈ હતી જેમાં ભુરૂલ ફળિયા 11 એ 80 રન બનાવ્યા હતા જેની સામે SM 11 79 રન બનાવી શક્યું હતું, જેથી 1 રને વિરવલ ભુરૂલ ફળિયા વિજેતા બન્યું હતું. વિજેતા ટીમ વિરવલ ભુરૂલ ફળિયા 11 ના કેપ્ટન વિરલભાઈ અને એમની ટિમ ને મોટીઢોલ ડુંગરી ગામના સરપંચશ્રી નવીન પવારના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી અને રોકડ ઇનામ 2551/- ભેંસદરા ગામના સામાજિક આગેવાન ટીફૂભાઈના હસ્તે આપવામાં આવ્યા હતા. રનર્સઅપ ટીમ મોટીઢોલ ડુંગરી SM 11 ના કેપ્ટન હેમંત પટેલ અને એમની ટિમને વિરવલ ગામના ડેપ્યુટી સરપંચશ્રી નરેશભાઈના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી,અને રોકડ ઇનામ 1551/- રૂપિયા મોટીઢોલ ડુંગરી ડેપ્યુટી સરપંચશ્રી ઉમેદભાઈ અને ગ્રામ પંચાયતસભ્યશ્રી રોહિતભાઈના હસ્તે આપવામાં આવ્યા હતા.

જ્યાં બેસ્ટ બેટ્સમેન તરીકે ટ્રોફી હેમંત પટેલ ને વિરવલ ગામ ના કાંતિભાઈ ના હસ્તે આપવામાં આવી હતી, બેસ્ટ બોલર ની ટ્રોફી અનિલ પટેલ ને મોટીઢોલ ડુંગરી ગામ ના કાંતિ ભાઈ દ્વારા આપવામાં આવી હતી. આયોજન માટે મહેનત કરતા તમામ યુવાનો, ગામના સરપંચશ્રી વડીલો જે દરેક કાર્યમાં ખુબજ સારો સહકાર આપ્યો હતો. એકતા કપનું આયોજન મુખ્ય હેતુ યુવાનોની એકતા જળવાયેલી રહે અને સમાજનું કામ હોય તો એક જૂથ થઈને સહકાર બની રહે તે હતો.