ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાન ખાતે પોલીસ મથકમાં અટકાયત કરેલ બે આરોપીઓના અપમૃત્યુ મામલે પોલીસ દ્વારા ચાર્જ સીટ રજૂ કરી દેવામાં આવી છે. કોર્ટમાં રજુ કરાયેલી ચાર્જ સીટમાં સી સમરી ભરી દેવામાં આવી છે. હોવાનું જાણવા મળ્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારીના સેકન્ડ ડીસ્ટીક એડિશનલ સેશન્સ કોર્ટમાં દ્વારા ફરિયાદી નીતીશકુમાર સુરેશ જાદવને અથવા તેમના વકીલ ને આગામી 25 નવેમ્બરના રોજ હાજર રહેવા માટે નોટિસ કાઢવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે DYSP દ્વારા તપાસ બાદ આ સમગ્ર પ્રકરણમાં ગુનો નહી બનતો હોવાનું જણાવવામાં આવ્યું છે.
25 નવેમ્બરના રોજ કોર્ટમાં ફરિયાદી હાજર રહેવું પડશે. અથવા તેમના પ્રતિનિધિ એટલે કે વકીલે હાજર રહી જે તે અંગે દલીલો કરવાની રહશે. એવું આ નોટીસ માં જણાવવામાં આવ્યું છે.

