ચીખલી: હાલમાં વિસ્તારમાં બોઈલર પોલ્ટ્રી ફાર્મ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. બોઈલરના ઉત્પાદન માટે ઘણી ખાનગી કંપનીઓ ખેડુતો સાથે મળીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી જોવા મળે છે પણ આ બોઈલર પોલ્ટ્રી ફાર્મમાં જ્યારે બોઇલર્સ મરઘાં રોગીષ્ટ બને છે ત્યારે બ્રોઇલર્સ પોલ્ટ્રી ફાર્મવાળા એ રોગીષ્ટ મરઘાંને આસપાસના સુમસામ એરિયા જોઈને ફેકી આવતાં હોય છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે આવો જ એક કિસ્સો ચીખલીના તલાવચોરા ગામના રોહિતવાસ અને હળપતિવાસમાંથી સામે આવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આ રોગીષ્ટ મરઘાં મરી જતા બ્રોઇલર્સ પોલ્ટ્રી ફાર્મના માલિકો દ્વારા જાહેરમાં ફેકી દેવામાં આવ્યા છે આ કારણે આસપાસના વિસ્તારમાં ગંદકીનો માહોલ સર્જાયો છે આ પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા માટે સામેથી બર્ડફ્લુ નોતરું આપતી બેજવાબદાર બ્રોઇલર્સ પોલ્ટ્રી ફાર્મ વિરુદ્ધ કડક પગલાં સ્થાનિક વહીવટીતંત્ર લેવા જોઈએ એવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.

આ લોક આરોગ્ય સાથે ખિલવાડ કરતી અપરાધિક ઘટના વિષે ગામના લોકોનું કહેવું છે કે બ્રોઇલર્સ પોલ્ટ્રી ફાર્મના માલિકો લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા હોય માટે પોલીસ કેસ કરવામાં આવે અને કડક પગલાં લઇ એમને સબક શીખવવામાં આવે. હવે આ બાબતે વહીવટીતંત્ર કયા પગલાં લેશે એ જોવું રહ્યું.