ગુજરાત: ગુજરાત પોલીસમાં લોકરક્ષક (LRD) કેડરની 10,459ની ભરતી સામે 9.46 લાખ યુવાનોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાઓ છે. આ LRD ભરતીની તૈયારી કરતા યુવાનોએ પોલીસતંત્રના ચક્રવ્યૂહના પાંચ કોઠા ભેદી પરીક્ષા પાસ કરી નોકરી મેળવી શકશે.

Decision Newsએ મેળવેલી જાણકારી અનુસાર લોકરક્ષક (LRD) કેડરની પરીક્ષામાં પાસ થવા સૌથી પહેલા શારીરિક કસોટી, શારીરિક માપદંડની કસોટી, લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સૌથી છેલ્લે બોડી હેલ્થ ચેક-અપ રહેશે. આ બધી પરીક્ષામાં પાસ થનારા યુવાન ઉમેદવારો LRDના છેલ્લા પડાવ સુધી પહોંચીને નોકરી મેળવશે

આ બાબતમાં પાસ થનારા ઉમેદવારોને મેરિટના માર્ક્સના આધારે ડોક્યુમેન્ટ માટે ખાલી જગ્યાના બે ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે, જેના આધારે અંતિમ પસંદગી યાદી બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે.