ચીખલી: આજરોજ નવસારી જિલ્લા ચીખલી તાલુકાના સુરખાય ખાતે જ્ઞાન કિરણ ધોડિયા સમાજ હોલમાં આઝાદીના આમૃત મહોત્સવ અંતર્ગત “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” નો માનનીય પ્રભારી મંત્રીશ્રી નવસારી જિલ્લો અને રાજ્ય કક્ષાના કલ્પસર અને મત્સ્યઉદ્યોગ, નર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી, કલેકટર શ્રી નવસારી, એસ.પી.શ્રી નવસારી માનનિય સાંસદ સભ્ય શ્રી ધારાસભ્ય શ્રીની હાજરીમાં શુભારંભ કરાયો હતો.

દેશની આઝાદીના 75માં વર્ષ ની ઉજવણી અંતર્ગત દેશભરમાં “આઝાદી કા અમૃત મહોત્સવની” ઉજવણી થઈ રહી છે. ત્યારે નવસારી જિલ્લામાં 3 વિકાસ રથ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જે જિલ્લા પંચાયતની 30 સીટ ઉપર રૂટ વાઈઝ પરિભ્રમણ કરશે. જે રથોનું પ્રસ્થાન આજરોજ કરવામાં આવ્યું હતું. જે જિલ્લાના 6 તાલુકાઓના કુલ 376 ગામોમાં ગ્રામજનોને વિવિધ યોજનાકીય બાબતો અંગે માર્ગદર્શન આપશે. તેમજ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત યોજનાકીય લાભોના ચેક સહાય વિતરણ વિવિધ કેમ્પ, નિદર્શન શિબિર, હરીફાઈનું આયોજન કરવામાં આવશે.

આ ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રામાં સવારે 8:00 થી સાંજે 8:00 કલાક દરમિયાન સ્વચ્છતા રેલી તેમજ શાળાઓ, પંચાયત ઘર, આંગણવાડી, પોસ્ટ ઓફિસ, બેંક, દુધ મંડળીઓ, પશુ દવાખાના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે જાહેર સ્થળોમાં સફાઈ અભિયાન યોજાશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ODF plus, સામૂહિક સોફ પીટ વ્યકિતગત સોફ પીટ સામુહિક શૌચાલય તથા તેમજ વ્યક્તિગત શૌચાલય સમજ અને ફિલ્મ નિદર્શન રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત રિવોલ્વિગ ફંડનું વિતરણ તેમજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની કામગીરી અંગેની ફિલ્મ નિદર્શન અને યોજનાકીય પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા

આ યાત્રામાં પ્રધાન મંત્રી આવાસ યોજના ગ્રામીણ ની સમજ અને ફિલ્મ નિદર્શન. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાની સમાજ તેમજ જાહેર આરોગ્ય , કોરોના રસીકરણ, જન્તુજનય,પાણી જનય રોગો અંગેની સમજ અને ફિલ્મ નિદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત પોષણયુક્ત ગુજરાત અંગે ધાત્રી માતાઓ, કિશોરીઓ, 0 થી3 વર્ષના બાળકો 3થી5 વર્ષના બાળકો માટે પોષ્ટિક અને આરોગ્યપ્રદ આહાર અંગેની સમજ, પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી, બાગાયતી ખેતી અંગેની સમજ, વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન અંગેની સમજ, પશુ રસીકરણ, કૃત્રિમ વીર્યદાન, પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંગેની જરૂરિયાત અને સમજ આપવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રીના જુદા જુદા વિભાગો દ્વારા નવસારી જિલ્લામાં કુલ 752 કામોના રૂપિયા 811.17 લાખ લોકાર્પણ અને 2852 કામોના રકમ 11641.33 લાખ ખાત મુહુર્ત અને 6569 લાભાર્થીને રકમ રૂપિયા 913.17 લાખના ચેક વિતરણ સહાય પૂરી પાડવામાં આવી.