કપરાડા: વલસાડના કપરાડા તાલુકાના પાનસ ગામમાં આવેલા વનૌષધિ કેન્દ્ર ખાતે સંવેદના એક પહેલ કપરાડા પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ અને રેમ્બો વોરિયર ધરમપુરના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે વહેલી સવારે 10 વાગે શરૂ થયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વલસાડ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ ગુલાબભાઈ રાઉતના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં BJP યુવા મોરચા જિલ્લા મહામંત્રી પ્રભાકર યાદવ, પાનસ ગામના સરપંચ શ્રી કલ્પેશભાઈ ભોંયા વલસાડ જિલ્લા PI મુકેશભાઈ ગવળી તેમજ સામાજિક કાર્યકર્તા ત્રીલોકનાથ યાદવ ઉપસ્થિત રહ્યા હતાં

ધરમપુર અને કપરાડાના વિસ્તારમાં સિકલસેલ ના દર્દીઓનું પ્રમાણ વધુ છે અને એવા દર્દીઓને જ લોહીની જરૂરીયાત દર વર્ષે ઉભી થતી હોય છે આવા સમયે જરૂરીયાતમંદ સ્થાનિક લોકોએ રક્ત મળી રહે અને રક્તદાન માટે જાગૃતિ ફેલાઈ એવા શુભ હેતુ સાથે આ રક્તકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું  આ કાર્યક્રમ માં સંવેદના એક પહેલ કપરાડા ના યુવાનો દ્વારા સંચાલન કરાયું હતું.