મહુવા: ગતરોજ મહુવા તાલુકાના વહેવલ ગામના નિશાળ ફળિયા આવેલા કાચા મકાન લોકચર્ચા અનુસાર શોર્ટ સર્કિટ કારણે અચાનક આગ લાગવાણી ઘટના બનવા પામી હતી જેમાં ઘરમાં રાખેલ ડાંગર અને તેના પુળીયા બળી જતા ગરીબ પરિવાર આભ તૂટી પડયું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ વહેવલ નિશાળ ફળિયામાં રહેતા લલ્લુભાઇ પટેલના ઘરમાં અચાનક આગ લાગી જતાં ધુમાડો જોય આસપાસના રહીશો આગને કાબુ કરવા માટે દોડી આવ્યા હતા પરંતુ આગને કાબુમાં લેવાય તે પહેલા ઘરમાં મૂકેલું અંદાજીત 30 મણ થી વધુ ડાંગર અને તેના પુળીયા આગમાં બળીને ખાખ થઈ ગયું હતુ.
આ આગની ઘટના પાછળ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી પણ લોક ચર્ચા એવી છે કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. રાહતની વાત એ બની કે આ આગમાં કોઈ જાનહાની થવા પામી નહિ પરંતુ આગના કારણે આ ગરીબ પરિવારને આર્થિક ભીંસમાં મુકાય ગયું છે એ નક્કી છે.

