ડાંગ: ડાંગ જિલ્લામાં બોરખલ લિંગા રોડ ઉપર ભક્તોની આસ્થાનું પ્રતીક સમાન જ્યાં રામ ભક્ત માતા શબરીની ભૂમિ છે ત્યાં આદિકાળથી વસતા આદિવાસી સંસ્કૃતિના પ્રકૃતિ પૂજક લોકો પ્રકૃતિના ખોળે બિરાજમાન નળદાના દેવ (મોઠા દેવ મંદિર)ની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ડાંગ જિલ્લામાં સાપુતારા જતા બોરખલ અને લિંગા રોડ કુદરતના ખોળે સ્વંભુ નંળદાના દેવ (મોઠા દેવ)નું મંદિર ભક્તોના આસ્થાનું કેન્દ્ર થવા પામ્યું છે. જ્યાં ભાવિક ભક્તો પોતાના દુઃખોની માનતા માનવા ભારે ભીડ થતી હોય છે. અહી રવિવારના દિવસે ભક્તોનો ખુબ ઘસારો જોવા મળે છે. અહીંની ગ્રુપ ગ્રામ પંચાયત બોરખલ દ્વારા ભાવિક ભક્તોને ભગવાનના દર્શન કરવાની સુંદર સુવિધા પુરી પાડવામાં આવે છે

આ સ્થળ પ્રવાસન સ્થળ તરીકે સમાવિષ્ટ હોવાથી આવનાર દિવસોમાં પ્રવાસન વિભાગ દ્વારા ખુબજ સરસ આયોજન કરી દર્શનાર્થે આવતા ભક્તોને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. ગ્રુપ ગ્રામ પંચાયત બોરખલ દ્વારા સ્થાનિક લોકોને રોજગારીની તકો મળી રહે તેનું પણ આયોજન થઇ રહ્યું છે.