ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દર ત્રણ વર્ષે યોજાતા ‘રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ’ આજરોજ સમગ્ર દેશમા એકી સાથે, એક જ સમયે ધોરણ-3, 8, 8 અને 10મા રાષ્ટ્રવ્યાપી શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે ત્યારે ડાંગ જિલ્લાના ધોરણ-3ના 649, ધોરણ-5ના 612, ધોરણ-8ના 1057 અને ધોરણ-10ના 1328 મળી કુલ – 3646 વિદ્યાર્થી આ સર્વેક્ષણમા ભાગ લેનાર છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ‘રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ’ એક ક્ષમતા આધારિત રાષ્ટ્રીય સ્તરે થનાર મૂલ્યાંકન છે. જે શિક્ષણની ભવિષ્યની ઘડવામાં ઉપયોગી અને સાથે જ શૈક્ષણિક નીતિ નિર્ધારણ, શૈક્ષણિક આયોજન, વિદ્યાકીય પ્રક્રિયા, અને શૈક્ષણિક વિકાસ માટે ઉપયોગી છે આ સર્વેક્ષણમાં વિદ્યાર્થીઓ શું જાણે છે તે મુખ્ય હેતુ છે. જેમાં ભારતમાંથી 733 જિલ્લામાં 1.24 લાખ શાળામાંથી 38.87 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે

ડાંગ જીલ્લાની વાત કરીએ તો ધોરણ-3ના 649, ધોરણ-5ના 612, ધોરણ-8ના 1057 અને ધોરણ-10ના 1328 મળી કુલ – 3646 વિદ્યાર્થી આ સર્વેક્ષણમા ભાગ લેવાની ચર્ચા છે અને સર્વેક્ષણ કસોટીમા ફિલ્ડ ઇન્વેસ્ટીગેટર તરીકે સી.આર.સી.કો ઓર્ડિનેટર, સરકારી બી.એડ. કોલેજ-વાંસદાના તાલીમાર્થીઓ, ડાયેટ-વઘઈના પીટીસીના તાલીમાર્થીઓ, વિશિષ્ટ શિક્ષકો, ડાયેટ-લેકચરર ફરજ બજાવશે આ સમગ્ર સર્વેક્ષણના જિલ્લા નોડલ ઓફિસર તરીકે ડો.બી.એમ.રાઉત પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ કામગીરી સાંભળી રહ્યા છે. જ્યારે  આ સમગ્ર સર્વેક્ષણ સુપેરે પાર પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્વતંત્ર ઓબઝર્વર તરીકે ડી.આર.ડી.એ. ડાયરેક્ટર ડી.એન.ચૌધરીની નિમણુક કરાઈ છે.