સુરત: ગુજરાતની નર્મદ યુનિવર્સિટી સુરતમાં નવા શૈક્ષણિક સત્રથી હિન્દુ અભ્યાસમાં નવો અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ કરી આર્ટસ ફેકલ્ટીમાં પહેલીવાર હિંદુ ધર્મ વિષય તરીકે ભણાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. VNSGU આ પ્રકારનો કોર્સ ચલાવનારી રાજ્યની પહેલી યુનિવર્સિટી બનશે.
સિન્ડિકેટ સભ્ય ડૉ. સ્નેહલ જણાવે છે કે આ બે વર્ષનો “હિન્દુ અભ્યાસ” અભ્યાસક્રમ હાલમાં બનારસ હિંદુ યુનિવર્સિટી દ્વારા 2021-22 થી આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ચલાવવામાં આવે છે ત્યારે અમે નર્મદ યુનિવર્સિટી સુરતના M.A સમાજશાસ્ત્ર વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હિંદુ અભ્યાસ પર બે વર્ષનો અભ્યાસક્રમ શરૂ થાય એવી માંગ કરી છે.
એવું જાણવા મળ્યું છે કે સિન્ડિકેટો વચ્ચે ચર્ચા પછી આ માંગ સ્વીકારી લેવામાં આવી છે હવે આ કોર્ષ પોસ્ટ-ગ્રેજ્યુએશન અને MA સમાજશાસ્ત્રમાં આવનારા શૈક્ષણિક વર્ષમાં 2022-23માં ભણાવવાનું શરૂ કરાશે આ અંગે વિદ્યાર્થીઓનો કેવો પ્રતિભાવ રહશે એ જોવું રહ્યું.