ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લા યુથ કોંગ્રેસનાં આગેવાનો દ્વારા રાજ્યના પોલીસ કર્મચારીઓની જેમ હવે વન કર્મચારીઓ પણ ગ્રેડ પે અને અન્ય સુવિધાનો લાભ આપવા બાબતે અધિક કલેક્ટરન વતી મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવેદનપત્ર આપ્યું હતું.

રાજ્યના વન્યજીવોની રાખેવાળી કરતા અને અંતરિયાળ જંગ્લોમા ફરજ બજાવતા વન કર્મચારીઓ કાયમી રોજમદારનો ગ્રેડ પે 1800, વનરક્ષકનો ગ્રેડ પે 2800 અને વન પાલનો ગ્રેડ પે 4200 કરવામાં આવે, જાહેર રજાના દિવસે બજાવેલ ફરજનો અલગથી પગાર અપાઈ, ભરતી અને બધાતીનો રેશિયો 1:3 કરવામાં આવે તથા કામ કરતા કર્મચારીઓનું ભારણ ઘટાડવા, નવી ભરતી કરવા, વન રક્ષક સંકલનને સ્ટેટ કેડર આપવા જેવી બાબતોની ડાંગ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે.

આ પ્રસંગે ડાંગ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ રાકેશભાઈ પવાર, સોશ્યિલ મીડિયા ઈનચાર્જ તુષાર કામડી, હરેશભાઇ ચૌધરી, શાલેમભાઈ પવાર, મનોજભાઈ સૂર્યકાન્ત મેસૂર્યા, નિકોલેશભાઈ સાથે રહીને અધિક કલેકટરને રજુવાત કરી હતી તેમનું કહેવું છે કે જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન માર્ગ અપનાવીશું.