ધરમપુર: આજરોજ આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના ધરમપુર દ્વારા ધરમપુર તાલુકા મામતદારશ્રી મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર મોકલવામાં આવ્યું.
આ પ્રસંગે મિતેશ પટેલ યુવા ઉપપ્રમુખ નવસારી, BTTS પ્રમુખ વિનોદભાઈ માહલા, BTTS ઉપમહામંત્રી હસમુખભાઈ પટેલ, BTP પ્રમુખ દિપકભાઇ પઢેર, યુવા પ્રમુખ પ્રિયકાન્ત પવાર, પિંકેશભાઈ પટેલ- ફલધરા, સંદિપ ભાઈ વૈજલ, વિજયભાઈ દોડકા- ઢાંકવલ, રોનક-બારોલીયા, કાંગવી- દિવ્યેશભાઈ, પાંડવખડક, શુક્કરભાઈ તથા બિલપૂડી, બારોલીયા, ફલધરા, ઝરીયા, અન્ય ગામના આગેવાનો હાજર રહ્યા હતા.
ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના ધરમપુરના યુવા પ્રમુખ પ્રિયકાંત પવારની આગેવાનીમાં આદિવાસીના જાતિના દાખલાના નિરાકરણ માટે આ કાર્ય હાથ ધરવામાં આવ્યું જેમાં BTTSના યુવા કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા