વાલોડ: તાપીના વાલોડ તાલુકાના આપણા સૌના લાડીલા, કર્મઠ, ગાંધીજનશ્રી માધુભાઈ જી. ચૌધરીનું (વેડછી આશ્રમ) આજરોજ બપોરે લગભગ ૧૨.૨૦ કલાકે અવસાન થયાના સમાચાર મળતાં જ સમગ્ર પંથકમાં ગમગીનીનું વાતાવરણમાં છવાઈ ગયું હતું
Decision Newsને મળેલી માહિતી મુજબ સ્વરાજ આશ્રમ વેડછીનાં પ્રમુખશ્રી, ગાંધી વિદ્યાપીઠ વેડછીનાં મંત્રીશ્રી અને દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજ ફેડરેશનનાં માજી પ્રમુખ શ્રી, ચૌધરી સમુદાયનાં અગ્રણીનું આજરોજ દુઃખદ અવસાન થયું છે. તેઓની અંતિમયાત્રા તેમના ઘરે વેડછીથી સાંજે ૫-૦૦ કલાકે નીકળશે.
તેઓના જવાથી બુનિયાદી શિક્ષણ રચનાત્મક સંઘ, ગાંધી વિદ્યાપીઠ, રાની પરજ સેવા સભા અને સ્વરાજ આશ્રમ વેડછી, સઘન શિક્ષણ કાર્યક્રમ, ગાંધી મેળા સમિતિ, ગાંધી અને રચનાત્મક કામોને નહીં પુરાઈ તેવી ખોટ પડી છે. એમના જેવા સ્વજન અને કર્મઠ કાર્યકર્તા અને વડીલ ગુમાવ્યાનો અફસોસ હંમેશા આપણ સૌને રહેશે.