વલસાડ: જાણીતા સમાજસેવક અને ગાંધીવાદી તરીકે નામના ધરાવતા ગફુરભાઇને સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત વર્ષ 2020માં કરાઈ હતી પણ દેશમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગત વર્ષે એવોર્ડ આપવામાં આવ્યાં ન હતો જે ગતરોજ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનુ રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લામાં પ્રથમ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થઇ વલસાડ જિલ્લાના લોકોનું ગૌરવ વધારનારા ગફુરભાઇ બિલખીયા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા મદદરૂપ થતી ‘માં ફાઉન્ડેશન’ના પ્રણેતા છે. માં ફાઉન્ટેશન ટ્રસ્ટ દ્વારા વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા અને વિદેશ અભ્યાસ કરવા સુધી પ્રોત્સાહિત કરી મદદરૂપ બની વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેના માર્ગને આસાન કરે છે.

વલસાડ જિલ્લામાં ગાંધીવાદીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા અને વિદેશ અભ્યાસ કરવા સુધી પ્રોત્સાહિત કરી મદદરૂપ થવા અને સમાજસેવામાં ઉત્કૃષ્ટ કામગીરી કર્યા બદલ આ પદ્મશ્રી પુરસ્કાર રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવ્યો છે.