વલસાડ: દક્ષિણ ગુજરાતમાં જાણીતા વલસાડના તિથલ બીચ પર ભાઈબીજ સહેલાણીઓના ભીડ ઉમટયાના દ્રશ્યો જોવા મળ્યા હતા કોરોનાના બે વર્ષ દરમિયાન તિથલ બીચ સહેલાણીઓ માટે બંધ હતું. હાલમાં સરકારે જે કોવિડ ગાઈડલાઈન જાહેર કરી એજ પ્રમાણે ભાઈબીજ પર પરિવારો બીચની મજા માણવા દૂરદૂરથી આવ્યા હતા.
Decision Newsને મળેલી માહિતી મુજબ તિથલ બીચ પર દિવાળીની રજા માણવા માટે વહેલી સવારથી જ સહેલાણીઓની ભીડ જોવા મળે છે. સાથે સાથે તિથલ દરિયાના કિનારે આવેલ સુપ્રસિધ્ધ સાંઈબાબા મંદિર અને સ્વામિનારાયણ મંદિરમાં પણ લોકોની ભીડ જામી છે.
જાણવા મળ્યું છે કે વલસાડ બીચ અને બંને મંદિરો ખાતે આરોગ્ય વિભાગની ટીમ મૂકી તમામ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. દિવાળીની રજા માણવા વહેલી સવારથી જ બીચ અને મંદિરમાં લોકોની મોટી સંખ્યામાં ભીડ થતી જોઈ શકાય છે.