ચીખલી: દક્ષિણ ગુજરાતના નવસારી ચીખલી, બીલીમોરા, ગણદેવી સહિત અનેક વિસ્તારોમાં મોસમે મિજાજ બદલ્યો અને અચાનક વરસાદી ઝાપટાં ચાલુ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. હજુ પણ આવનારા પાંચ દિવસોમાં વાતાવરણમાં અચાનક પલટો આવી વરસાદ પડવાની આગાહી હવામાન ખાતું કરી રહ્યું છે.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે અરબી સમુદ્રમાં લો-પ્રેશરની અસરથી આગામી બે દિવસમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણની શક્યતા મોસમ વિભાગ કરી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ જો ખુલ્લી જગ્યાઓમાં અનાજ રાખ્યું હોય તો તાત્કાલિક ધોરણે તેની વ્યવસ્થા કરવી રહી નહિ તો કમોસમી વરસાદના ઝાપટાથી ખાસ કરીને ડાંગરનો પાક પલળી અને સડી જવાની પણ સંભાવના છે.
જો આ કમોસમી વરસાદના ઝાપટાં યથાવત રહશે તો ખેડૂતોએ માથે હાથ મૂકી રડવાનો વારો આવશે કારણ કે દક્ષિણ ગુજરાતમાં ડાંગર પાકને ખેડૂતો ખેતરમાંથી સમેટી રહ્યા છે. ડાંગર, તુવર, ચણાના પાકના મોંઘા ભાવના ખાતર-બિયારણની રોપણી કરી ઉત્પાદન થયેલા પાકમાં વરસાદી ઝાપટાંથી થનારા નુકશાનને કારણે ચીખલીના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.