નવ ગુજરાત સમય ફોટોગ્રાફ

વઘઇ: ડાંગના વઘઈ તાલુકાના વેપારી એસોશિયેશનના સૌજન્યથી વઘઈ સહિત તાલુકા ભરના જરૂરિયાતમંદ લોકો માટે નવી પહેલ શરૂ કરી છે. જેમાં ગરીબ અને અનાથ લોકો માટે જુના પોલીસ સ્ટેશન પાસે એક માનવતાનો કબાટ મુકવામાં આવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે “સેવા માનવતાની” ના ભાગરૂપે વઘઈના સૌ વેપારીઓએ એક થઈને માનવતાના કબાટમાં જરૂરીયાતમંદ લોકો માટે જરૂરી ચીજવસ્તુઓ કપડા – ચપ્પલ શિયાળા મદદરૂપ થાય તેવા ગરમ કપડા જરૂરિયાતમંદ લોકો માટે દાનમાં કપડાં અનેે ચંપલ, સ્વેટર, જાકેટ, જેવી અનેક વસ્તુઓનું સૌ સાથે મળીને દાન અપાયાની માહિતી મળી છે.

આ ‘માનવાતાના કબાટ’ નું ઉદ્ઘાટન નાની બાળાઓ કાવ્યા અને ક્રિષ્નાઓએ કર્યું જેમની ટુકડીએ એક દુકાનથી બીજી દુકાન જઇને ગરીબો માટે કપડાં ચંપલ અને ગરમ કપડાંનું દાન ઉઘરાવ્યું હતું અને આ માનવતાના કબાટમાં જરૂરી વસ્તુઓ મૂકી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાની અપીલ કરાઈ હતી.