ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામેં આદિવાસી સમાજની માવલી માતાનું પૂજન કરવામાં આવ્યું જેમાં 06 નવેમ્બરથી લઈને થી 13 નવેમ્બર સુધી માવલી માતાના મઠ પર સતત 8 દિવસ સુધી પૂજા કરવામાં આવશે અને 14 નવેમ્બરએ માવલી માતાની ખળાઇ પાસે એક રાત પૂજા કરી અને 15 નવેમ્બરએ માવલી માતાનું પૂજન કરી પુર્ણાહુતી કરવાંમાં કરાશે.

ઉલ્લેખનીય છે કે આદિવાસીઓ પ્રકૃતિની સૌથી નજીક હોવાનું માનવામાં આવે છે ત્યારે આદિવાસીઓના તહેવારો પણ અલગ અલગ પરંપરાથી ઉજવવામાં આવે છે. જ્યારે નવું અનાજ પાકે ત્યારે માવલી માતા અને કનસરી માતાની પૂજા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ કરે છે. આદિવાસી સમાજ ની માવલી માતાનું પૂજન સમાજ ની રીતી રિવાજ પ્રમાણે કરવામાં આવે છે.આદિવાસી પ્રજામાં અનાજ, ધાન્યની કાપણી પહેલા કે પછી માવલી માતાની પૂજા અને નાચગાન કરવામાં આવે છે.

આ કાર્યક્રમના પહેલા દિવસે આદિવાસી સમાજના અગ્રણીઓ ધરમપુર આદિવાસી એકતા પરિસદના પ્રમુખશ્રી કમલેશભાઈ,ઉત્તમભાઈ ગરાસિયા ધરમપુર, ફયસલભાઈ બકીલી વરિષ્ઠ પત્રકાર, ચિત્રલેખા-સુરત, નિર્મલભાઈ અને મીથીલભાઈ ધરમપુર, પંકજભાઈ, અંકિતભાઈ, સીધેષભાઇ અને એમની આખી ટીમેં હાજરી આપી હતી આ પૂજા કાર્યક્રમ 15 નવેમ્બરસુધી ચાલશે.