મહુવા: દર નવા વર્ષના પર્વ પર સુરત જિલ્લાના મહુવા તાલુકાના સાંબા ગામમાંથી વહેતી અંબિકા નદીના કિનારે આવેલું વરસો જૂનું પુરાણું આદિવાસીઓના દેવ બામણીયા ભૂતનું દેવ સ્થાને ભરતા મેળામાં ગતરોજ પણ હજારોની સંખ્યામાં આદિવાસી લોકો ઉમટ્યા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ નવા વર્ષના પાવન પર્વ પર સુરત જિલ્લાના મહુવા તાલુકાના સાંબા ગામમાંથી વહેતી અંબિકા નદીના કિનારે આવેલું વરસો જૂનું પુરાણું આદિવાસીઓના દેવ બામણીયા ભૂતનું દેવ સ્થાન છે જ્યાં દર નવાવર્ષે મેળો ભરાઈ છે જેમાં હજારો લોકો દર્શનાર્થે આવે છે ગઈકાલે પણ હજારોની સંખ્યામાં આદિવાસી લોકો આ મેળામાં આનંદ લેવા અને બામણીયા ભૂતના દર્શન કરી પોતાના મન ગમતાં આશીર્વાદ લેવા આવ્યા હતા.

સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંનું આદિવાસીઓના દેવ બામણીયા ભૂતનું દેવ સ્થાન ખુબ જ જુનું છે અહી ઘણાં વર્ષોથી મેળો ભરાય છે આ દેવ સ્થાન પર સાચા દિલથી જે પણ મનોકામના રજુ કરવામાં આવે છે તે અવશ્ય પૂરી થાય છે તેથી આદિવાસી લોકો ઘણાં દુર દુરથી આવે છે અને મેળાની મજા લઇ પોતાના દેવના આશીર્વાદ પણ મેળવે છે.