ગુજરાત: વર્તમાન સમયમાં ધોરણ 10માં ગ્રેસિંગ માર્ક સાથે પાસ થનાર વિદ્યાર્થીઓનું કોઈ ખાસ ભવિષ્ય જોવામાં આવતું ન હતું ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં ગ્રેસિંગ માર્ક્સ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ ડિપ્લોમામાં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી પોતાની કારકિર્દી બનાવાવણી તક આપી છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે ધોરણ-10માં ફક્ત સારી ટકાવારી વિના પાસ થયા બાદ વધુ અભ્યાસ કે અન્ય ઉચ્ચ ફેકલ્ટીમાં કારકિર્દી બનાવવા માટે પાસીંગ ગ્રેડ આધારિત કોઈ વિકલ્પ ન હતો. આથી દર વર્ષે રાજ્યની ડિપ્લોમા કેલોજોમાં ઘણી બેઠકો ખાલી પડતી હતી. આ વર્ષે ધોરણ-10માં પાસીંગ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓ ડિપ્લોમાં અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી પોતાની કારકિર્દી બનાવવાનો ચાન્સ મળશે.

તેમણે વધુમાં જણાવ્યું કે ધોરણ-10માં ગ્રેસીંગ માર્ક સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 30 હજારથી વધુ છે અને ડિપ્લોમાં કોલેજોમાં એટલી જ બેઠકો ખાલી છે. પોલીટેકનીકમાં આ વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવી શકે એ માટે રાજ્યના શિક્ષણ વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.