વલસાડ: ગતરોજ દિવાળીના શુભ અવસરે ચણવઇ વાડી ફળીયા ગામના નવયુવક મિત્ર મંડળના ૪૦ જેટલાં યુવાઓ દ્વારા ઘેર્યયા અને કવ્યા સુમનભાઇ, નવીનભાઈ, રાકેશભાઈ અને જગદીશભાઇની આગેવાની હેઠળ આદિવાસી સમાજના ભરમદેવ અને મલ્લીમાતાના ગીતો ગાઇ ઘોરીયા રમી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ દિવાળીના શુભ અવસરે ચણવઇ વાડી ફળીયા (આમલ ફળિયા) ગામના નવયુવક મિત્ર મંડળના ૪૦ જેટલાં યુવાઓ દ્વારા ઘેર્યયા અને કવ્યા સુમનભાઇ, નવીનભાઈ, રાકેશભાઈ અને જગદીશભાઇની આગેવાની હેઠળ આદિવાસી સમાજના ભરમદેવ અને મલ્લીમાતાના ગીતો ગાઇ ઘોરીયા રમી આદિવાસી સમાજની સંસ્કૃતિ જાળવી પર્યાવરણને પ્રદૂષણ મુક્ત દિવાળી ગામમાં ઉજવાઈ હતી.

ગામના જાગૃત અજય ભાઈ નાગરિક Decision News સાથે વાત કરતાં જણાવે છે કે  આપણા વિસ્તારોમાં દિવાળીનો તહેવાર જુદા જુદા લોકો જુદી જુદી રીતે માનવતા હોય છે ત્યારે અમારા ગામમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને અને આદિવાસી સમાજની સંસ્કૃતિના વાદ્યો અને ગીતો અને રમઝટ યોજી જે દિવાળી ઉજવણીની કરવામાં આવી જે ખુબ જ સારી વાત છે આવનારા સમયમાં યુવાઓ દ્વારા આ પ્રકારે જ બીજા તહેવારો પણ પર્યાવરણને નુકશાન પોહચાડયા વગર ઉજવાશે એવી અપેક્ષા ગામના લોકો રાખી રહ્યા છે.