ખેરગામ-ધરમપુર: કાળી ચૌદસની રાત્રે ખેરગામ-ધરમપુરના યુવાઓ દ્વારા વિરવલ-વડપાડા, નદી કિનારેની સ્મશાન ભૂમિમાં સ્વાદિષ્ટ ગરમાગરમ ખીચડી-શાક અને કચુંબર ખાવા અને આદિવાસી સમાજમાં જાદુ-ટોણાની વિધિના નામે આદિવાસી સમાજના ભોળા લોકોને ભ્રમમાં નાખી ભૂત-પ્રેતનો ડર બતાવી રૂપિયા અને વસ્તુઓ લુંટતા ભગત-ભુવાઓની અક્કલ ઠેકાણે લાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે હાલમાં વિતેલી કાળી ચૌદસની રાત્રે આદિવાસી સમાજમાં જાદુ-ટોણાની વિધિના નામે આદિવાસી સમાજના ભોળા લોકોને ભ્રમમાં નાખી ભૂત-પ્રેતનો ડર બતાવી રૂપિયા અને વસ્તુઓ લુંટતા ભગત-ભુવાઓની અક્કલ ઠેકાણે લાવવાનું નક્કી કર્યું હતું તેથી યુવાઓ દ્વારા રવલ-વડપાડા, નદી કિનારેની સ્મશાન ભૂમિમાં સ્વાદિષ્ટ ગરમાગરમ ખીચડી-શાક અને કચુંબર જમવાનો કાર્યક્રમનું રાખ્યો હતો ત્યારે  સ્મશાન ની બાજુમાંજ કેટલાક લૂંટારું ભગત દ્વારા લોકો જે આદિવાસી સમાજને વિધિના નામ પર લૂંટવાનું કામ કરતાં હતા. અર્જુનભાઈ, રમેશભાઈ, જીવણભાઈ ( નામ બદલ્યા છે ) જેવા બીજા ભાઈઓ પર વિધિના નામે આશરે 10 હજાર થી વધારે રોકડ રકમ અને વીંટીઓ કટર ચપ્પુ મુકાવી હતી, આ જોઈ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જ્યાં વિધિ ચાલું હતી ત્યાં હાજર અરવિંદભાઈ નામના વ્યક્તિએ આદિવાસી ધોડિયા છેલ્લા નંબરના ! એમ બોલ્યા અને માવલી અને કંસેરીની વિધિ કરીએ છીએ એમ ખોટું બોલ્યા ! ત્યાર બાદ સમાજના ભાઈઓએ આ બધાનો ઉધડો લેતા તેઓએ જાહેરમાં માફી માંગી હતી.

આ વિધિનું ધતિંગ દર શુક્રવારે અહીં થયાનું સ્થાનિક આગેવાનો જણાવે છે એમ કહેતા કલ્પેશભાઈ જણાવે છે કે અમે ત્યાં શોધખોળ કરી તો અમને એક લિસ્ટ મળ્યું જેમાં (છોકરી અને મરઘી) નામનો ઉલ્લેખ હતો જેથી ક્યાંક કોઈ  આદિવાસી સમાજની દીકરી સાથે અઘટિત થવાનું જણાતા યુવાનો દ્વારા પુછતા જે ભગત મહારાષ્ટ્રથી આવ્યા હતા એમણે જાહેરમાં માફી માગી અને જણાવ્યું કે અમારી પાસે કોઈ મંત્ર નથી અને હવે પછી અમારી આંખો ખુલી ગઈ છે એમ કહ્યું..

સ્મશાનમાં વિધિ કરવા બેઠેલા એક ભાઈએ ડો. નિરવભાઈ (છાંયડો હોસ્પિટલ ખેરગામ)ને જોઈને કહે કે હું પણ ડૉક્ટર છું ત્યારબાદ યુવાનો દ્વારા સવાલો પૂછતા એ કહેવતો ડૉક્ટર ઉભી પુંછડીએ ભાગ્યો હતો. ત્યાર બાદ ડો. નિરવભાઈ દ્વારા અને સમાજના આગેવાનો દ્વારા વિધિ કરનાર ભગત યોગ્ય માર્ગદર્શન આપી અને હવે પસી અંધશ્રદ્ધા ન ફેલાવવાની વાત કરી ભગતને રોકડ રકમ અને વિધિમાં મુકેલ તમામ સામાન-સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા હતા.