વલસાડ: ગતરોજ દિવાળીના શુભ પર્વ પર લોકો પોતાના પરિવાર અને સમાજના સગાસબંધીઓ સાથે માનવતા હોય છે પાના આપની આજુબાજુ એવા લોકો પણ છે જેને મન બીજાની ખુશીમાં જ પોતાની ખુશીઓ હોય છે તેમના મન દિવાળી એટલે નાના નાના ભુલકાઓમાં સ્મિત વેરવું આવું જ કઈંક આ દિવાળી પર જોવા મળ્યું આવો જોઈએ આ પ્રસંગને..
ઉલ્લેખનીય છે કે આ દિવાળી પર વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક (SP) શ્રી રાજદીપસિંહ ઝાલા સાહેબ ધરમપુરમાં આવેલા ખોબા આશ્રમના આંગણે આવ્યા અને ત્યાં અભ્યાસ કરતાં નાના નાના ભૂલકાઓ સાથે હર્ષોલ્લાસથી દિવાળીના ફટકડા, ફૂલઝડી અને આતાશબાજી સાથે ઉજવણી કરી. તે સમયે આ બાળકોના ચહેરા પર હાસ્ય હતું તે કદાચ કરોડો રૂપિયા ખર્ચી પણ ન લાવી શકો. ઝાલા સાહેબની દિવાળી પર બાળકો સાથે બાળક બનીને દિવાળી ઉજવવાનું એ દ્રશ્ય કદાચ ત્યાં હાજર દરેક વ્યક્તિઓના માનસપટ પર કાયમ માટે છપાય ગયું હશે.
ખોબા આશ્રમના સ્થાપક નિલમભીનું કહેવું છે જ્યારે માણસો પોતાની ખુશીઓ બીજાની ખુશીઓમાં જોવા લાગે છે ત્યારે ખરા અર્થમાં સમાજ વિકાસની જ્યોત પ્રગટે છે ઝાલા સાહેબ અને તેમની ટીમ અને આશ્રમ સાથે જોડાયેલા યુવાઓ મયંક પટેલ, પ્રભાકર યાદવ, રાજ, અજયભાઈ, ગુલાબ, મિલીન વગેરે દ્વારા આ વર્ષની દિવાળી આશ્રમના બાળકો સાથે મનાવી અને એમને જે ખુશીઓ આપતા હતા એ મારે મન ખુબ જ આનંદની ક્ષણો હતી.

