સુરત: મૂળ જુના કાકરાપાર ગામ (તા.માંડવી, જિ.સુરત)નાં વતની અને હાલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના અર્થશાસ્ત્ર વિભાગમાં દિલિપભાઇ મોહનભાઇ ચૌધરીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષયમાં પીએચડીની સિદ્ધિ પોતાને નામે કરી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ દિલીપભાઈએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષયમાં “Socio – Economics Study of Beneficiary of Forest Right Act – 2006” (In the Context of Mandvi and Umarpada taluka of Surat District) વિષય ઉપર મહાશોધનિબંધ રજુ કર્યો હતો. જેને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતે માન્ય રાખી તેઓને ફેકલ્ટી ઓફ આર્ટ્સ (અર્થશાસ્ત્ર)માં પીએચડીની પદવી એનાયત કરી છે. આ મહાશોધ નિબંધ તેઓએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતનાં અર્થશાસ્ત્ર વિભાગનાં મદદનીશ અધ્યાપક ડૉ.યોગેશ.એન.વાંસિયાનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો.
આ સિવાય તેમણે ગુજરાત સરકારમાં જુદા જુદા વિભાગોમાં જેમાં ગ્રામ વિકાસ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર સંશોધન અધિકારી તરીકે, આદિજાતિ વિકાસ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર સંશોધન મદદનીશ તરીકે, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર આંકડા મદદનીશ તરીકે, આદિવાસી સંશોધન અને તાલીમ કેંદ્રમાં ક્ષેત્રકાર્ય મદદનીશ તરીકે પણ સેવાઓ બજાવી છે. તેમનાં પાંચ સંશોધન લેખો રાજ્યકક્ષાનાં જુદા જુદા ગુજરાતી મેગેઝીનમાં પ્રસિધ્ધ થયેલ છે.

