નવસારી: વર્તમાન સમયમાં જ રેલવે અને કાપડ રાજયમંત્રી દર્શનાબેન જરોદશે દ્વારા સોમવારે નવસારી જિલ્લાના નશીલપુરમાં મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ્વે કોરીડોરના ફુલ સ્પાન ગર્ડરના કસ્ટીંગ યાર્ડનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

રાજયમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારમાં નવસારી કસ્ટીંગ યાર્ડમાં 40 મીટરના મોટામાં મોટા બોક્ષ ગર્ડર બનશે જેના થકી પ્રધાનમંત્રીના સપનાના ભારતનું નિર્માણ થશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી 26 જુલાઇએ સુરત-બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનની ટ્રાયલ કરવામાં આવશે.

બુલેટ ટ્રેનને જાપાની ટેકનોલોજી સાથે ભારતદેશ દ્વારા સ્વદેશી રીતે નિર્માણ થકી આત્મનિર્ભર ભારતની વિભાવનાને સાકાર કરતી સરકાર બુલેટ ટ્રેન 320 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે દોડશે. વાપીથી સાબરમતી સુધીના કામની શરૂવાત થઇ ચુકી છે જે વિકાસનું પ્રથમ સોપાન છે.