ધરમપુર: ગતરોજ રાત્રે ધરમપુર તાલુકાના ભેંસદરા ગામમાં આદિવાસી સમાજના હકો અને સમાજની જનજાગૃતિ માટેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી આગેવાનો સાંભળવા માટે મોટા પ્રમાણમાં લોકો એકઠા થયા હતા.
Decision Newsને મળેલી માહિતી મુજબ આદિવાસી સમાજ જનજાગૃતિની આ મિટિંગ મહારૂઢિ ગ્રામ સભાના અધ્યક્ષ રમેશભાઈ ખાભડા દ્રારા રૂઢિગ્રામ સભા અંગેની કાયદાકીય માહિતી આપવામાં આવી હતી, ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશભાઇ દ્વારા સમાજને એક જુથ થઈ અને સમાજની તાકાત ઉભી કરવાની વાત કરી. જ્યારે ડૉ.નિરવભાઈ ચીંતુબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામ દ્વારા પણ સમાજની સંગઠનની વાત કરી અને એમના દ્વારા કહેવામાં આવ્યું કે આપણા વલસાડ જિલ્લામાં આદિવાસી સમાજની વસ્તી વધારે હોવા છતાં સંગઠન નથી એ વાત નું દુઃખ છે, હવે એક જૂથ થઈને અન્યાય સામે લડવાની જરૂર છે એમ કહ્યું હતું.
આ પ્રસંગે ધરમપુરના રમેશભાઈ, કલ્પેશભાઈ, કમલેશભાઈ, ડૉ. નીરવભાઈ ઉત્તમ ભાઈ, દેવુભાઈ, રાજભાઈ, માકડમન ગામના ગણેશભાઈ, ટિકુંભાઇ, વાડ રૂઢિગ્રામ સભાના અદયક્ષ ઉમેશપટેલ, મિન્ટેશ પટેલ, મોટીઢોલ ડુંગરી ગામથી હેમંત પટેલ જીતેશ પટેલ, નાની વહિયાળ ગામના યોગેશભાઈ, ઉપરાંત આયોજક મિત્રો અશોકભાઈ, ઉમેશભાઈ, પ્રવીણભાઈ, નિલેશભાઈ ધીરુભાઈ, ડાયાભાઈ, વસંતભાઈ, રાકેશભાઈ, અંકુરભાઈ, વિકેસભાઈ અને સમાજની લડત લડતા સાથીઓ ઉપસ્થિત રહ્યા હતા.

