ડાંગ: ગતરોજ અખંડ ભારતના એક કરનારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી ડાંગના જિલ્લાના સોનુંનિયા ગામમાં ગામના પોલીસ પટેલ, આગેવાનો, આંગણવાડી કાર્યકર અને ગામના 80 થી વધૂ લોકો દ્વારા સાથે મળીને કરવામાં આવી હતી

Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગ નેહરુ યુવા કેન્દ્ર ડાંગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સોનુંનીયા ગામે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિની ઉજવણી કરાઈ તેમાં ગામના પોલીસ પટેલ, આગેવાનો, આંગણવાડી કાર્યકર અને ગામના 80 થી વધૂ લોકો સહભાગી બન્યા. અને ઉત્સાહ પૂર્વક સરદાર વલ્લભભાઇ પટેલની ૧૬૪મી જન્મ જયંતીની ઉજવણી દસ મિનિટ મૌન રાખીને સરદાર વલ્લભભાઈ પટેલને તેમના કરેલા કાર્યોને યાદ કર્યા.

સોનુંનીયા ગામના પોલીસ પટેલ શિલ્યાભાઈ ગાયકવાડ એ સરદાર વલ્લભભાઈ પટેલ એ દેશના ૫૬૨ રજવાડાઓને એક કર્યા. તેની વિકાસ ગાથાની ચર્ચા કરી અને તેમને વિશેષ યાદ કર્યા હતા અને રાષ્ટ્રીય એકતા માટે સપય પણ તમામ સહભાગીઓએ લીધા હતા.