ચીખલી: હાલમાં ચીખલી વન વિભાગ ખુબ જ સક્રિય બન્યું હોય એમ છેલ્લા એક સપ્તાહમાં બે વખત લાકડા ચોરીના મામલા સામે આવ્યા છે ગતરોજ ચીખલીના ચાપલધરા ગામમાં મકાનમાંથી પરમીટ વગરના 2.5 લાખના સાગી લાકડાં મળતાં ગુનો નોંધી સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી મીંઢાબારી ખાતાકીય ડેપો ખાતે લાવવામાં આવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના ચાપલધરા ગામે ડુંગરી ફળિયા ખાતે રહેતા અમ્રતસિંહ જી. રાઠોડના ઘરે બાતમીના આધારે વન વિભાગ દ્વારા તપાસ કરતાં બિન પાસ પરવાનગી વિનાનો સાગી સાઈઝ નંગ 333 ઘન મીટર 6.383 અને બારી મોટી 1, ચોકટા નંગ 3, બારણાં નંગ 2, બારી ફ્રેમ 12 તેમજ રંધા મશીન બે મળી આવતા મકાન માલિક અમ્રતરસિંહ રાઠોડને પૂછતા તેઓએ મકાન મહેન્દ્ર મિસ્ત્રી અને બાબુ મિસ્ત્રીને ભાડા પેટે આપેલ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મહેન્દ્રભાઈ અને બાબુભાઈ સ્થળ ઉપર હાજર ન રહેતા ફોરેસ્ટ વિભાગ દ્વારા ભારતીય વન અધિનિયમ 1927 ની કલમ મુજબ ગુનો નોંધી સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી મીઢાબારી ખાતાકીય ડેપોમાં લઈ જવાયો હતો.

જે મુદ્દામાલની અંદાજિત કિંમત રૂપિયા. 2,50,000 જેટલી થાય છે. જે વાય.એસ.ઝાલા મદદનીશ વન સંરક્ષક વલસાડ ઉત્તર અને એમ.આર.રાઠવા મદદનીશ વન સંરક્ષક વાંસદામાં માર્ગદર્શન હેઠળ વધુ તપાસ હાથ ધરી અને ફરાર ગુનેગારોને પકડવાની કાર્યવાહી રેંજ ફોરેસ્ટ ઓફિસ વાંસદા ( પશ્ચિમ ) કરી રહ્યા છે.