તાપી: ગતરોજ તાપીની સ્વસહાય જૂથની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી હસ્તકલાની અલગ-અલગ ચિજ-વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે પ્રાદેશિક મેળા-2021નું 30- 31 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે જેનો શુભારંભ આજે સંસદ પરભુભાઇ વસાવા કરશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “વોલક ફોર લોકલ”ના સૂત્રને સાકાર કરવા લોકોએ આ પ્રકારના સ્થાનિક મેળાની મુલાકાત લઇ તાપી જિલ્લાની સ્વસહાય જૂથની બહેનો દ્વારા તૈયાર કરેલ હસ્તકલાની વિવિધ ચીજ-વસ્તુઓ ખરીદી તેઓને આર્થિક પગભર થવા મદદરૂપ બનવું જોઈએ.
સુત્રોના જણાવ્યા અનુસાર આ મેળો નાગલી પ્રોડક્ટસ, વાંસ કામ બનાવટ, નાળીયેરીના રેસાની બનાવટ, રંગોળી, સેનેટરી પેડ, કટલર-સાડી વેચાણ, જ્વેલરી, નાસ્તાની બનાવટ, પરંપરાગત વાનગીઓ અને અન્ય ગૃહ સુશોભનની વસ્તુઓની સ્ટોલ સહિત વિવિધ હેન્ડિક્રાફ્ટની પ્રોડક્ટ વગેરે જોવા મળશે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ સુરજ વસાવા, ધારાસભ્ય મોહનબહાઇ ઢોડિયા, કલેકટર એચ. કે. વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, ડીઆરડીએ નિયામક જી. જી. નિનામાએ પોતાની હાજરી આપી હતી.