વાંસદા: વર્તમાન સમયમાં નવસારીના વાંસદા તાલુકાના ઘણાં ગામોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે ત્યારે ગતરોજ વાંસદાના પીપલખેડ ગામ અને તેની આસપાસના ગામોમાં સવારે 4:55 AM ને બપોરે 12:05 અને સાંજે 4:45 PMની વાગ્યાના સમય ગાળામાં ભૂકંપએ ધરતીની સાથે લોકોના હૈયા ધ્રુજવ્યા હતા.

Decision Newsને સ્થાનિક ગામના લોકો દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે વાંસદાના તાલુકામાં આવેલા  પીપલખેડ ગામ અને તેની આસપાસના કાવડેજ , વાડિચોંધા, સુખાબારી, કેલીયા, રવણીયા જેવા ગામોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો લોકનું કહેવું છે કે સવારે 4:55 AM ને બપોરે 12:05 અને સાંજે 4:45 PMની વાગ્યાના સમયગાળામાં આવ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા આની તપાસ કરવામાં આવી જોઈએ.

પીપલખેડના જાગૃત મહિલા ભગવતીબેન માહલાનું Decision Newsને જણાવ્યું કે વાંસદા તાલુકામાં અવારનવાર થતાં આ ભૂકંપના આંચકાઓ વિષેના કારણોની તપાસ નવસારી જિલ્લાના વહીવટીતંત્રએ કરવી જોઈએ કારણ કે ગામના સામાન્ય લોકોને ભૂકંપ સમયે કેવા પ્રકારની સાવચેતી લેવી એ ધ્યાનમાં હોતું નથી અને પ્રકૃતિ ન કરે ને કોઈ ક્યાંક મોટી દુર્ઘટના ઘટે તો ઘણી જાનહાની પણ થવાની સંભાવના રહેલી છે માટે અમારા ગામ તરફથી અમારી માંગણી છે કે આ ભૂકંપના આંચકોઓના કારણોની તપાસના આદેશ વહીવટીતંત્ર ઝડપથી આપવા જોઈએ.