સુરત: કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં જાતિગત ટિપ્પણી કોર્ટ કેસને લઈને ગુજરાતના સુરત શહેરમાં આવશે અને બપોરે 3 કલાકે જિલ્લાની સેશન્સ કોર્ટમાં સુનાવણીમાં હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે હાલના વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા ચૂંટણીપ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં જાતિગત ટિપ્પણી કર્યોનો કેસ કરવામાં આવ્યો હતો. આ કારણોસર રાહુલ ગાંધી બપોરે 2 કલાકે એરપોર્ટ પર પહોંચશે જ્યા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે અને ત્યાર પછી 2.30 કલાકે સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જશે ત્યાંથી તેઓ 3.00 કલાકે રાહુલ ગાંધી સેશન્સ કોર્ટ પહોંચશે.

રાહુલ ગાંધી પર કરાયેલા પૂર્ણેશ મોદીના કોર્ટ કેસ વિશે કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું કહેવું છે કે, રાહુલ ગાંધી પર ખોટા કેસ કરવામાં આવ્યા છે. તેઓ બપોરે 2 વાગ્યે સુરત એરપોર્ટ પર આવશે. ત્યાંથી સીધા કોર્ટમાં જશે. તેના બાદમાં સાંજે 5 કલાકે ફરી દિલ્હી માટે નીકળશે.

Dailyhunt