વાંસદા: આજરોજ વાંસદા ઉપસળ પ્રાથમિક શાળામાં છેલ્લા ૨૦ વર્ષથી ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષક ગુલાબભાઈ સી. પટેલનો વયનિવૃત સન્માન સમારોહ યોજાયો જે દરમિયાન વિદ્યાર્થીઓને સાદી અને સરળ રીતે ભણાવતા વિધાર્થીઓના પ્રિય શિક્ષકના વિદાય વખતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આંખો ભીની થયાના ચિત્રો જોવા મળ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ આ વિદાય સભારભમાં ઉપસળ ગામના એસ.એમ.સી. પ્રમુખ ભરતભાઇ પટેલએ પ્રમુખ સ્થાન શોભાવ્યું હતું. શાળાના નિવૃત થનાર ગુલાબભાઈ સી.પટેલનું શાળા પરિવાર દ્વારા શાલ ઓઢાડી અને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. મોટીવાલઝર કેન્દ્રના સી.આર.સી. કો. મોટીવાલઝર મનીષાબેન, મોટીવાલઝર પ્રાથમિક શાળા આચાર્ય સ્નેહલભાઈ, વણારસી પ્રાથમિક શાળા આચાર્ય સ્નેહાબેન, સિંગાડ પ્રાથમિક શાળા આચાર્ય ગીરીશભાઈ, નાનીવાલઝર પ્રાથમિક શાળા આચાર્ય શૈલેષભાઈ, જામનફળિયા મોટીવાલઝર વર્ગશાળા આચાર્ય નિલેશભાઈ, ઉપસળ ડુંગરી ફળીયા વર્ગશાળાના આચાર્ય જસવંતસિંહ, મોટીવાલઝર વર્ગશાળાના આચાર્ય સુમિત્રાબેનએ વિદાય સમારંભમાં હાજર રહ્યા.

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ નિવૃત થનાર શિક્ષકને પુષ્પગુચ્છ આપી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી દિવ્યેશભાઈએ જણાવ્યું હતું કે, આદરણીય શિક્ષક ગુલાબભાઈની ખોટ શાળામાં વર્તાશે, ગણિતને ઈંગ્લીશને ખૂબ જ સરળ રીતે શીખવાડતા અને બાળકોમાં ખૂબ જ પ્રિય શિક્ષક હતા. એમને વયનિવૃતિ બાદ સારું સ્વાસ્થ્ય મેળવે અને લાબું આયુષ્ય ભોગવે એ માટે અમારી સાથીઓ તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી.