વાંસદા: ગતરોજ NSUI દ્વારા વાંસદા સરકારી વિનયન અને વાણિજય કોલેજમાં વિધાર્થીઓની ઓનલાઇન પરીક્ષામાં કૉલેજનાં સેન્ટરના બદલામાં જ્યાં વિધાર્થીઓને અનુકુળ હોય ત્યાં પરીક્ષા આપવા દેવા બાબતે આવેદનપત્ર આપવામા આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે વાંસદા કોલેજમાં NSUI વિધાર્થીઓના પ્રશ્નોને અવાજ આપતું રહ્યુ છે જેમાં વિધાર્થીઓની ઓનલાઇન પરીક્ષામાં કૉલેજનાં સેન્ટર બદલે વિધાર્થીઓને અનુકુળ હોય ત્યાં પરીક્ષા આપવા દેવા બાબતે આવેદનપત્ર અપાયું હતું. વિદ્યાર્થીઓ જણાવે છે કે વાંસદા તાલુકાના કોલેજમાં લેવાતી પરીક્ષા દરમિયાન અંતરિયાળ વિસ્તારોમાંથી આવતાં વિદ્યાર્થીઓને હાલમાં કોરોના કાળમાં ખોરવાયેલા વાહન વ્યવહારનાં કારણે ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. માટે વાંસદા NSUI માંગ કરે છે VNSGU દ્વારા જે ઓનલાઇન પરીક્ષા લેવાનાર છે કે તે મુજબ વિધાર્થીઓને અનુકુળ હોય ત્યાં પરીક્ષા આપવાનો વિકલ્પ આપવા આવે જે વિદ્યાર્થીના હિતમાં હશે.

આ પ્રસંગે વાંસદામાં કોલેજમાં NSUIના પ્રમુખ પ્રકાશ ગામીત, મહામંત્રી અનિકેત પટેલ, ઉપ પ્રમુખ દેવેન્દ્ર પટેલ, કાર્યકર્તા પરીમલ માહલા, વિરલ પટેલ પિન્ટુ, વિશાલ, મિહિર અને NSUI અને મોટી સંખ્યામાં કૉલેજના વિધાર્થી હાજાર રહ્યાં હતાં.