નવસારી: ગતરોજ ગુજરાત પોલીસના ગ્રેડ- પે અને યુનિયનના અધિકારો માટે ગુજરાત પોલીસના સમર્થનમાં નવસારી BTTS સંગઠન દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીને સંબોધીને નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

છેલ્લા કેટલાક સમયમાં ગુજરાત પોલીસનો ગ્રેડ પેમાં વધારો કરવાનો મુદ્દો ગુજરાતમાં ખુબ જ ઉછળ્યો છે ગુજરાત પોલીસના પરિવારો રસ્તા પર ઉતારી આવ્યા છે અને હાલમાં વિપક્ષ અને સંગઠનો પણ આ મુદ્દે સરકારી અધિકારીઓને આવેદનપત્ર આપી રહ્યા છે ત્યારે ગતરોજ નવસારી BTTS સંગઠન દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીને સંબોધીને નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ને આવેદનપત્ર અપાયું.

Decision News સાથે ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના મહામંત્રી ગુજરાત પંકજ પટેલ જણાવે છે કે ગુજરાત પોલીસ સાથે અન્યાય થઇ રહ્યાનું નરી આંખે તમે જોઈ શકો છો આપણા દેશના બીજા રાજ્યમાં તમે જોશો તો પોલીસને ગુજરાત પોલીસ કરતાં વધારે ગ્રેડ પે આપવામાં આવતો હોય છે ત્યારે ગુજરાત પોલીસ સાથે તંત્ર દ્વારા આ પ્રકારનો ભેદભાવ કરવો યોગ્ય નથી. મારી સૌ ગુજરાતી અને દેશના નાગરિકો અપીલ છે કે પોલીસને ન્યાય આપવામાં સહયોગ કરીએ.