ચીખલી: દિવાળી તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ તસ્કરો વધુ બેફામ બની રહ્યા હોય તેવુ સામે આવી રહ્યુ છે ચીખલીમાં એક દુકાન સહિત અનેક લારી/ગલ્લાના તાળા તૂટ્યા હતા. જેને લઈ પોલીસના પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી રેફરલ હોસ્પિટલ પાસે આવેલા આમલેટની અને લારી ગલ્લા તેમજ ચીખલી જૂના વલસાડ રોડ સોનીવાડ ખાતે આવેલ એક અનાજ કર્યાનાની દુકાનના તાળા તૂટતા પોલીસ દોડતી થઈ હતી. હાલમાં લોકો દિવાળી હોવાથી ફરવા જવાના મૂડમાં હોય છે. ત્યારે દિવાળી પહેલા તસ્કરો બેફામ બનતા વિસ્તારમાં વેપારીઓ અને સ્થાનિકોમાં ભય ફેલાયો છે.
ચીખલીમાં 10 થી વધુ સ્થળોએ ચોરીની ઘટનાને લઈ પોલીસે સી.સી.ટી.વી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે. જોકે, આ સમગ્ર મામલે પોલીસના ધાક અને પેટ્રોલીગ સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. સામાન્ય રીતે ઠંડીની સિઝનની શરૂઆત થતા તસ્કરો વધુ એક્ટિવ થઈ જતા હોય છે.

